Asthma.png

દમ

દમ શ્વાસ અને શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીઓના આવર્તક હુમલા થકી વર્ગીકૃત થયેલો  દીર્ઘકાલીન રોગ છે. દમના હુમલા દરમિયાન,શ્વાસનળીને લગતી રેખાઓ સોજી જાય છે,વાયુનલિકાઓ સાંકડી બનવાના કારણે ફેફેસાં બહાર હવાના પ્રવાહમાં ઘટાડો થાય છે.આ કારણોથી દમને સંપૂર્ણપણે સમજી શકાતો નથી. જો કે,દમનો ફેલાવો વિકસાવવા માટે જોખમી પરિબળો જેમ કે એલર્જી,શ્વાસ લેવામાં તકલીફ પડવી આદિનો સમાવેશ થાય છે, તમાકુનો ધુમાડો અને રસાયણિક દહનશીલ તત્વો પણ ઉમેરાય છે.દમને સાધ્ય કરી શકાતો નથી. પરંતુ યોગ્ય વ્યવસ્થાપન દ્વારા ક્રમબદ્ધ રીતે નિયંત્રણ અને લોકો પોતાનું  જીવન સારી રીતે જીવી શકે છે.

સંદર્ભwww.cdc.gov

www.nhlbi.nih.gov
www.nlm.nih.gov
www.nhs.uk

દમની લાક્ષણિકતા આ પ્રમાણે છે :

        ૧ આવર્તક રીતે હપ્તાવાર શ્વાસ લેવામાં મુશ્કેલી થાય
        ૨ હાંફ ચઢવો
        ૩ છાતી ભારે લાગવી
        ૪ ઉધરસ

ઉધરસના કારણે ફેફસાંમાં ગળફા ઉત્પન્ન થાય છે.સામાન્ય રીતે વહેલી સવારે અથવા રાત્રે એલર્જીન પ્રતિક્રિયા ખરાબ હોય છે.

સંખ્યાબંધ સ્વાસ્થ્ય શરતો દમ સાથે સંકળાયેલી જોવા મળે છે :

 • જઠર-અન્નનળી ગળાના રોગ (જીઈઆરડી)
 • નાકમાં પાણી જમા થઇ જવું
 • ઊંઘ વખતે શ્વસનમાં તકલીફ

સંદર્ભ:
www.nlm.nih.gov

દમ માટે કોઈ ચોક્કસ કારણ શોધાયું નથી.

પરંતુ દમ સાથે સંકળાયેલા જે ચોક્કસ જોખમી પરિબળો છે તે કેટલાક પરીબળોનો અહીં સમાવેશ કર્યો છે.

 • એક વારસાગત વલણ જેમાં આડ અસરનો વિકાસ થાય,જે એલર્જી(એટી-ઓ-પીઈ) તરીકે ઓળખાય છે.
 • માતાપિતા કે જેને દમ હોય (આનુંવશિકતા )
 • ધૂળ,પશુની ગંદકી,વાંદા,જંતુઓ,પરાગનયનો જેવા છોડ,ઘાસ અને ફૂલો આદિ દ્વારા એલર્જી ફેલાય છે.
 • કેમ કે સિગારેટના ધુમાડા જેવા દાહક તત્વો,વાયુ પ્રદુષણ,રસાયણો અથવા કાર્યસ્થળો પર ફુંકાતી ધૂળ (જેમ કે વાળ પર ફૂંક)
 • કેમ કે એસ્પિરીન અથવા અન્ય બિન સ્ટીરોઈડલ  બળતરા વિરોધી દવાઓ અને બિન જરૂરી બીટા બ્લોકર દવાઓ.
 • ખોરાક અને પીણામાં સલ્ફેટની હાજરી
 • વાઇરલ ઉચ્ચ શ્વસન ચેપ,જેમ કે ખૂબ સર્દી
 • શારીરિક પ્રવૃત્તિ,કસરતનો સમાવેશ થાય છે.
 • કેટલીક હવાની એલર્જી સાથે સંપર્કમાં આવવાથી અથવા કેટલાંક એલર્જીજન્યના સંપર્કમાં આવવાથી,બાલ્યાવસ્થા અથવા બાળપણમાં ચેપ ઝડપથી લાગે છે,ત્યારે  રોગ પ્રતિકારક પદ્ધતિ વિકસાવવી  પડે છે.

સંદર્ભwww.cdc.gov

તબીબી ઈતિહાસ : ડોક્ટરને પણ પૂછી શકો છો

 • તબીબી ઈતિહાસ,એલર્જી,દમ અથવા અન્ય તબીબી માહિતીઓ વિષે જાણકારીનો સમાવેશ થાય છે.
 • નારાજગી અથવા મો માં ખાટા સ્વાદ હોય તો,જઠર-અન્નનળી ગળાના રોગ (GERD)ના સંકેતો હોઈ શકે છે.
 • સર્દી અથવા ફલુ થયો હોય તો.
 • ધુમ્રપાન અથવા તેના ધુમાડા આસપાસમાં જે સંપર્કમાં હોય તે

શારીરિક પરીક્ષા : ખાંસી સંબંધિત સમસ્યાના ચિન્હો તપાસવા માટે,તમારા ડોક્ટર તમારા ફેફસાં પર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરશે.

તે અથવા તેણી ધબકારા (જયારે તમે શ્વાસ લો ત્યારે સીસોટીઓ અથવા કંપનનો અવાજ )અથવા બીજા અસામાન્ય અવાજ સંભાળશે. અન્ય પરીક્ષણોનો સમાવેશ થઈ  શકે છે.

 • છાતીના એક્સ-રે માં હૃદય અને ફેફસાંનું એક ચિત્ર લે છે. આ પરીક્ષણ ન્યુમોનિયા અને ફેફસાંના કેન્સરની શરતોની તપાસ કરવામાં મદદ કરે છે.
 • ફેફસાંના કાર્યોના પરીક્ષણો :આ પરીક્ષણોમાં તમે શ્વાસ દ્વારા હવાને અંદર બહાર કેટલી વખત કરી શકો છો તે માપવા,કેવી રીતે શ્વાસને ઝડપથી અંદર બહાર કરી શકો છો,કેટલી સારી રીતે તમે ફેફસાંમાં  તમારા  લોહીને ઓક્સિજન પહોચાલો છો તે માપે છે. ફેફસાંના કાર્યોના પરીક્ષણો દમ અને અન્ય તકલીફોની તપાસ કરવામાં મદદ કરે છે.
 • સાઇનસ એક્સ-રે :આ પરીક્ષણ સાઇનસ (છિદ્રમાં)ચેપની તપાસ કરવામાં મદદ કરી શકે છે.

સંદર્ભwww.nhlbi.nih.gov

દવાઓ: દમની દવાઓ સામાન્ય રીતે શ્વાસ દ્વારા આપવામાં આવે છે. આ શ્વાસ દ્વારા લેવાતી દવાઓ પ્રમાણમાં રોગને અટકાવનાર અથવા ઉપચારાત્મક હોય છે.દમની દવા શ્વાસ વડે લેવાથી અસરકારક માર્ગ એ છે કે તે સીધી જ ફેફસાંમાં જાય છે, શરીરના અન્યત્ર ભાગોમાં ખૂબ જ ઓછી માત્રામાં  ફેલાય છે.

ઉપચારાત્મક (રાહત આપનાર) શ્વસનયંત્ર: આ શ્વસનયંત્ર મોટે ભાગે એક નાના એક્ટિંગ બીટા -૨ની પ્રચાલક પેશી જેમ વર્તે છે. તેને ઢીલું મૂકી દેવાથી સ્નાયુઓ આસપાસ સંકુચિત વાયુનલિકાઓની જેમ કાર્ય કરે  છે. રાહત આપનારી દવાઓના ઉદાહરણો સૈલ્બુંટામોલ  અને ટરબ્યુટાલાઈન છે.

રોગનિરોધક (નિવારક )શ્વસનયંત્ર: તે ગળામાં થતી બળતરાની માત્રા અને ટવીક્નેસને ઘટાડે છે.વાયુનલિકાઓમાં બનતી દમના હૂમલાની શક્યતાને અટકાવવામાં મદદ કરે છે. શ્વસનયંત્ર નિવારકોના ઉદાહરણો બેકલોમેંટાસન,બ્યુંડેનોસાઈન,ફલ્ટીકેસાઈન અને મેમોટાસોન છે.

સંદર્ભ: www.nhs.uk

 • ઊંઘ સાથે  દખલગીરીના લક્ષણો,કામ અથવા મનોરંજનાત્મક પ્રવૃત્તિ.
 • આ શ્વસનનળીઓની નળીઓ કાયમી સાંકડી (વાયુમાર્ગે પુન્રપ્રતિરુપણ) હોય છે જે શ્વાસ લેતી વખતે અસર કરે છે.
 • માંદગીના દિવસોમાં અથવા શાળા દરમ્યાન દમમાં ચઢ-ઉતર થાય છે.
 • દમ પર કાબૂ મેળવવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે જે ગંભીર આડ અસર કરે છે.

 • PUBLISHED DATE : May 18, 2015
 • PUBLISHED BY : NHP CC DC
 • CREATED / VALIDATED BY : NHP Admin
 • LAST UPDATED ON : Jun 03, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.